Saturday, August 1, 2026
HomeGujaratમોરબી તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે વીજપોલ ધરાશાયી થતાં નેશનલ હાઈવેથી...

મોરબી તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે વીજપોલ ધરાશાયી થતાં નેશનલ હાઈવેથી રવાપર (નદી) રોડ બંધ કરાયો

મોરબી તાલુકામાં ભારે પવન સાથે થઈ રહેલા વરસાદના પરિણામે માર્ગ સલામતી અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તકેદારીના તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

પવનના જોરને કારણે નેશનલ હાઈવેથી રવાપર (નદી) તરફ જતા માર્ગ પર વીજપોલ ધરાશાયી થતાં સંભવિત અકસ્માત કે જોખમ અટકાવવા અર્થે આ રસ્તો વાહનવ્યવહાર માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને આ માર્ગ પર અવરજવર ન કરવા, અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!