Monday, August 3, 2026
HomeGujaratમોરબીના લાલપર નજીક આવેલ સ્પા સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

મોરબીના લાલપર નજીક આવેલ સ્પા સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલા પી.ડી. સ્પા એન્ડ વેલનેસ સ્પાના સંચાલક સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાનું લાયસન્સ, મહિલા વર્કરોની પોલીસ નોંધ અને નિયમ મુજબના સીસીટીવી રેકોર્ડિંગ ન હોવાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધી સ્પા-માલીકની અટકાયત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામની સીમમાં રીજેન્ટા હોટલ પાછળ આવેલા સન્સેરા ચેમ્બર્સ સ્થિત “પી.ડી. સ્પા એન્ડ વેલનેસ” નામના સ્પા-પાર્લરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ રહે. હાલ રહે. શકતશનાળા ગામ દરબારગઢ મોરબી-૦૧ મુળ રહે.વનાળી ગામ સ્વામીના ગઢડા તા.જી.બોટાદ વાળા પાસે સ્પામાં કામ કરતી મહિલા વર્કરોના બાયોડેટાની પોલીસ નોંધ, સ્પાનું લાયસન્સ તથા જાહેરનામા મુજબ ત્રણ મહિનાના સીસીટીવી રેકોર્ડિંગ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં મહિલા વર્કરોની પોલીસ નોંધ કરાવવામાં આવી ન હોવાનું, સ્પાનું લાયસન્સ ઉપલબ્ધ ન હોવાનું તેમજ નિયમ મુજબ સીસીટીવી રેકોર્ડિંગ જાળવવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આથી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાના ભંગ બદલ મોરબી તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી અસગલની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!