Tuesday, August 4, 2026
HomeGujaratમોરબીમાં વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી...

મોરબીમાં વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાહિત વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી એલસીબી/પેરોલ-ફર્લો સ્કવોડે તેના રહેણાકેથી ઝડપી આગળની કાર્યવાહી માટે સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપી હતી.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી દરમિયાન મોરબી એલસીબી/પેરોલ-ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાહિત વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ મનજીભાઈ સોલંકી ઉવ.૨૫ રહે. માળીયા વનાળીયા સોસાયટી રામદેવપીર મંદિર પાસે મોરબી પોતાના ઘરે હાજર છે. જેના આધારે મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં દરોડો પાડી આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે સંબંધિત ગુનામાં પોતે પકડાવાની બાકી હોવાનું સ્વીકારતા તેણીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરીને તેને આગળની તપાસ માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!