મોરબી: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગાર પર હળવદ પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને રોકડા ₹29,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે માલણીયાદ ગામની સીમમાં બળદેવભાઈ પરમારની વાડી તરફ જવાના રસ્તા પર રેડ કરવામાં આવી હતી. ત્યાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 29,800 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય આરોપીઓ બળદેવભાઈ ગણેશભાઈ પરમાર,સુરેશભાઈ નવનીતભાઈ પરમાર,દયારામભાઈ બાબુભાઈ ધામેચા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.






