Wednesday, August 5, 2026
HomeGujaratમોરબીના કેપિટલ માર્કેટની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:ભાગીદાર અને સપ્લાયરની...

મોરબીના કેપિટલ માર્કેટની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:ભાગીદાર અને સપ્લાયરની શોધખોળ

૩૭ બોટલ વિદેશી દારૂ, ખાલી બોટલો અને સ્ટીકરો સહિતનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે રવાપર ચોકડી નજીક કેપિટલ માર્કેટની ચોથા માળે આવેલ ભાડાની દુકાનમાંથી વિદેશી દારૂની નાના મોટી ૩૭ બોટલ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, આ સાથે એ ડિવિઝન પોલીસે દુકાનમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ અને ૧૮ જેટલા સ્ટીકરો સહિત રૂ.૩૨,૪૫૩/-નો મુદ્દામાલ જપ્ત કરી ભાગીદાર અને સપ્લાયર સહિત બે આરોપીઓને ફરાર જાહેર કર્યા છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે રવાપર ચોકડી પાસે આવેલા કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલી દુકાનમાં દરોડો પાડતાં બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઇટ, ટીચર્સ, VAT-69 અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની નાના મોટી કુલ ૩૭ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂની પાંચ ખાલી બોટલો, ૧૮ સ્ટીકર, ૩૦ ઢાંકણાં સહિત કુલ રૂ.૩૨,૪૫૩/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે

પોલીસે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા ઉવ.૩૭ રહે. તુલસી પાર્ક સોસાયટી શનાળા બાયપાસ મોરબી મૂળ રવાપર ગામ વાળાની અટકાયત કરી હતી.

પકડાયેલ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમાની પૂછપરછ કરતાં તેણે આ દારૂ પોતાના ભાઈ મહેશભાઈ જારીયા રહે.રવાપર મોરબી વાળા સાથે ભાગીદારીમાં રાજકોટના ધવલભાઈ પરમાર પાસેથી વેચાણ માટે મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે તે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!