Wednesday, August 5, 2026
HomeGujaratહળવદના ભલગામડામાં પરિવાર સૂતો હોય અને તસ્કરો તિજોરી તોડી ૨.૫૦ લાખના દાગીના-રોકડની...

હળવદના ભલગામડામાં પરિવાર સૂતો હોય અને તસ્કરો તિજોરી તોડી ૨.૫૦ લાખના દાગીના-રોકડની ચોરી કરી લઈ ગયા

હળવદ તાલુકાના ભલગામડા ગામે તસ્કરોએ રાત્રિના સમયે ખેડૂતના મકાનમાં ઘુસી તિજોરી ખોલી રૂ.૧.૨૦ 1.20 લાખના સોના, રૂ.૫૦ હજારના ચાંદીના દાગીના અને રૂ.૮૦ હજાર રોકડ સહિત કુલ રૂ.૨.૫૦ લાખની ચોરી કરી હતી. બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા ખેડૂત સિંધાભાઈ દેવજીભાઈ દેત્રોજા ઉવ.૬૫ના મકાનમાં ગત તા ૦૩/૦૮ના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઘુસ્યા હતા. તસ્કરોએ રૂમમાં રાખેલી લાકડાની તિજોરી ખોલી અંદર રહેલા આશરે ચાર તોલા વજનના સોનાના દાગીના, ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના તેમજ રૂ.૮૦ હજાર રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ફરિયાદી સિંધાભાઈ જાગીને જોતા તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયાની જાણ થઈ હતી. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!