માળીયા(મી) પોલીસે દારૂ-બિયર, બલેનો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.૬.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
માળીયા(મી) પોલીસે મકેલ બાતમીને આધારે ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી બલેનો કારમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ અને બિયરના ૨૪ ટીન ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે કાર ચાલક જામનગરના એક શખ્સની અટકાયત કરી કુલ રૂ.૬,૫૭,૨૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
માળીયા(મી) પોલીસને મળેલી બાતમીના આધારે ત્રણ રસ્તા બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન હળવદ તરફથી આવતી બલેનો કાર નંબર જીજે-૧૦-ઈએચ-૫૧૪૯ અટકાવી તપાસ કરવામાં આવી હતી. ત્યારે કારમાંથી વિદેશી દારૂની કુલ ૩૬ બોટલ તથા કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ-બિયર તથા રૂ.૬ લાખની બલેનો કાર અને રૂ.૧૦ હજારનો મોબાઇલ સહિત કુલ રૂ.૬,૫૭,૨૮૦/-નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક આરોપી મંદિપસિંહ કનકસિંહ જાડેજા ઉવ.૨૮ રહે.કેદાર પાર્ક સોસાયટી બેડી રોડ જામનગર વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠામ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






