Monday, August 17, 2026
HomeGujaratમોરબી તાલુકા પોલીસે 11 માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મોરબી તાલુકા પોલીસે 11 માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના બે ગુનામાં છેલ્લા 11 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે લક્ષ્મીનગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત (ઉં.વ. 27), જાતે રાજપૂત, રહે. જગમાલપુરા, માલકીયા બાડીયા, થાના સેંદડા, તા. રાયપુર, જિ. બ્યાવર (પાલી), રાજસ્થાન ઝડપાયો હતો.

- Advertisement -
- Advertisement -

આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 65(A)(E), 116(B), 98(2) તથા અન્ય એક ગુનામાં 65(A)(E), 116-B, 81 મુજબ ગુના નોંધાયેલા હતા. બંને ગુનામાં આરોપી છેલ્લા 11 માસથી પોલીસ પકડથી દૂર હતો.નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને આરોપી લક્ષ્મીનગર બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર પહોંચી તેને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!