મોરબીના લાલપર ગામે ઘરે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડાયેલા ૩૭ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના લાલપર ગામના હરેશભાઈ મગનભાઈ સોંલંકી ઉવ.૩૭ને ઘરે અચાનક શ્વાસની તકલીફ થતાં સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






