હળવદ તાલુકાના કડીયાણા ગામે ખનીજ ચોરી અંગે ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના પત્રમાં ગામની હદમાં આવેલ ગૌચરની જમીન સર્વે નંબર ૫૧૧માંથી ખનીજનું ગેરકાયદેસર ખનન/ચોરી થતી હોવાની બાબત રજૂ કરી આ અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં ખનીજ ચોરીને કારણે ગ્રામ્ય સપંતીને નુકસાન થતું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.ગ્રામ પંચાયતે સ્થળ તપાસ કરી જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા તેમજ ખનીજ ચોરી અટકાવવા જરૂરી પગલાં ભરવા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર હળવદ સમક્ષ માંગ કરી છે.
હવે કડીયાણા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી આ રજૂઆતને પગલે હવે ખનીજ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે આગામી સમય જ બતાવશે.






