Sunday, August 23, 2026
HomeGujaratમાળિયા-મોરબી હાઇવે પર સરહદી રેન્જ ટીમનો સપાટો:૧૬૯૨૦ બોટલ દારૂ બિયર ભરેલ ટ્રક...

માળિયા-મોરબી હાઇવે પર સરહદી રેન્જ ટીમનો સપાટો:૧૬૯૨૦ બોટલ દારૂ બિયર ભરેલ ટ્રક ઝડપી લેવાયો

સરહદી રેન્જ ભુજની ટીમે માળિયા-મોરબી નેશનલ હાઇવે પર ભીમસર ચોકડી નજીકથી દારૂ બિયર ભરેલ ટ્રક સહિત રૂ.34.08 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

સરહદી રેન્જ ભુજ આઇજી ચિરાગ કોરડીયાની સૂચના અનુસાર ટીમ કાર્યરત હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે બનાસકાંઠાના ધાનેરા ચેકપોસ્ટથી વિવિધ માર્ગે થઈ એક ટાટા ટ્રક નંબર GJ-18-BT-3262 મારફતે વિદેશી દારૂનો જથ્થો કચ્છ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ટીમે સ્થાનિક પોલીસ સાથે માળિયા મી.ની ભીમસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ટ્રક નિકળતા તેને રોકી તપાસ હાથ ધરી હતી.ટ્રકમાં તાડપત્રીની આડમાં સંતાડેલો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી કુલ 16,920 નંગ, જેની કિંમત આશરે રૂ.24.03 લાખ, તેમજ રૂ.10 લાખનો ટાટા ટ્રક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.34.08 લાખનો મુદ્દામાલ મળી આવતા આ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો સાથે જ પોલીસે ખેતારામ ઠાકુરામ માજીરાણા (ઉમર ૪૦,રહે.લાલજી કી ડુંગર ગામ,સીતલવાણા તાલુકા,જાલોર જિલ્લા,રાજસ્થાન)વાળાની ધરપકડ કરી માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કામગીરી PSI એમ.એચ. જાડેજા, PSI ડી.સી. ઠાકોર સહિત ASI રસિકભાઈ પટેલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા, HC દિગ્વિજયસિંહ જાડેજા, PC જયપાલસિંહ ઝાલા સહિતની ટીમે કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!