Saturday, August 22, 2026
HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુગારની ત્રણ રેઇડમાં ૧૪ જુગારી ઝબ્બે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુગારની ત્રણ રેઇડમાં ૧૪ જુગારી ઝબ્બે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠાના યોગીનગર મફતીયાપરા, ઈન્દીરાનગર અને વીસીપરા વિસ્તારમાં જુગારની ત્રણ અલગ-અલગ રેઇડ કરી કુલ ૧૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.૧૫,૨૮૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે યોગીનગર નજીક મફતીયાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા ઉવ.૩૩ રહે.ત્રાજપર ખારી રામજી મંદિરવાળી શેરી, મુનેશભાઈ લાખાભાઈ સુરેલા ઉવ.૪૫ રહે. યોગીનગર, મોરબી-૨, સંજયભાઈ મનુભાઈ સનુરા ઉવ.૩૪ રહે. ત્રાજપર ખારી મેઈન શેરી, રવિભાઈ હરેશભાઈ દેગામા ઉવ.૨૪ રહે. મફતીયાપરા શોભેશ્વર રોડ, આનંદભાઈ અશોકભાઈ સીતાપરા ઉવ.૨૬ રહે. મફતીયાપરા શોભેશ્વર રોડ વાળા સહિત પાંચને ઝડપી લેવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રૂ.૬,૨૮૦/- રોકડા કબજે કરાયા હતા.

બીજી રેઇડમાં ઈન્દીરાનગર મફતીયાપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા પ્રવિણભાઈ મનુભાઈ વરાણીયા ઉવ.૨૫, રવિભાઈ બાબુભાઈ હમીરપરા ઉવ.૨૬, સલીમભાઈ ઉમરભાઈ કટીયા ઉવ.૩૩, પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ગોરધનભાઈ કેરવાડીયા ઉવ.૨૫ અને રવિભાઈ નાથાભાઈ મજેઠીયા ઉવ.૧૯ તમામ રહે. ઈન્દીરાનગર મફતીયાપરા મોરબી-૨ વાળાને રોકડા રૂ.૬,૪૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

જુગારની ત્રીજી રેઇડમાં વીસીપરા સ્મશાન રોડ રમેશ કોટન મીલની ચાલી પાસેથી રોડ ઉપર જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા આમદભાઈ કરીમભાઈ કટીયા ઉવ.૫૦, અહેમદભાઈ અલારખાભાઈ હીંગરોજા ઉવ.૨૮, અસ્લમભાઈ કરીમભાઈ કટીયા ઉવ.૩૫ અને રહીમભાઈ હસનભાઈ સુમરા ઉવ.૨૮ તમામ રહે. રમેશ કોટન મીલની ચાલી સ્મશાન રોડ વીસીપરા મોરબી વાળાને ઝડપી લઈ તેમની પાસેથી પોલીસે રૂ.૨,૬૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!