Saturday, August 22, 2026
HomeGujaratવાંકાનેરના નવી રાતીદેવરી ગામે જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

વાંકાનેરના નવી રાતીદેવરી ગામે જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે નવી રાતીદેવરી ગામે દેવીપૂજક વાસ પાછળ ચેકડેમ પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા નરેન્દ્રભાઈ હેમરાજભાઈ વોરા ઉવ.૨૭, અરવિંદભાઈ મનજીભાઈ વિકાણી ઉવ.૪૦, પ્રકાશભાઈ વાલજીભાઈ વોરા ઉવ.૩૮ અને જયંતિભાઈ વિનુભાઈ સોલંકી ઉવ.૨૮ ચારેય રહે. જૂની રાતીદેવરી ગામ તા. વાંકાનેર તથા અશ્વિનભાઈ મનુભાઈ વિકાણી ઉવ.૧૯, પવનભાઈ કુંવરજીભાઈ વિકાણી ઉવ.૨૭ તેમજ રણછોડભાઈ પ્રેમજીભાઈ કુકાવા ઉવ.૨૭ ત્રણેય રહે. નવી રાતીદેવરી ગામ તા. વાંકાનેર અને વિપુલભાઈ ધોધાભાઈ સોલંકી ઉવ.૩૩ રહે. નાના મૌવા ગામ, તા.જી. રાજકોટ વાળા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૨૨૦/-કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!