ટંકારા:શ્રાવણ માસ દરમિયાન દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન મિતાણા-વાલાસણ રોડ પર ડેમની બાજુમાં નદી કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે મિતાણા ગામના વિપુલભાઈ પુનાભાઈ બાંભવા, બાબુભાઈ રાણાભાઈ સોઢીયા, રાજકોટના કિશોરભાઈ બાબુભાઈ દેણપીયા, સામતભાઈ પાલાભાઈ બાળા, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા અને સાજીદભાઈ આમદભાઈ ઠેબા સહિત કુલ છ શખ્સોને ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.65,100/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ અંગે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.






