Saturday, August 22, 2026
HomeGujaratહળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

હળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.32,800ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન વિજય છગનભાઈ માકાસણા, ગીરીશ રતીલાલભાઈ પરમાર, રફીક હારૂનભાઈ મોવર, અમીત રમેશભાઈ ચૌહાણ અને દીલીપ અરવિંદભાઈ સોનગ્રાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ તથા હળવદ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!