મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપર બેલા રોડ પર આવેલા સ્વેડ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
મોરબી એસઓજી ને બાતમી મળી હતી કે, સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરના બીજા માળે રૂમમાં સુનિલ રાધેશ્યામ મૌઆર નામનો શખ્સ ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.જેના આધારે SOG ટીમે દરોડો પાડતા આરોપી સુનિલભાઈ રાધેશ્યામભાઈ મૌઆર(રહે.હાલ સ્વેડ સીરામીક લેબર ક્વાર્ટર, સોમનાથ પેટ્રોલ પંપ સામે, રંગપર બેલા, મોરબી તથા મૂળ જિલ્લા ભોજપુર, બિહાર રાજ્ય)વાળા ને સ્થળ પરથી રૂપિયા ૯૦૭૯૦ ની કિંમતના ૧ કિલો ૮૧૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો સાથે જ ગાંજાના વેચાણમાંથી મળેલી રૂ.૨૬૫૦ રોકડ તથા રૂ.૫૦૦૦ નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૯૮,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2-B) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.






