Sunday, August 23, 2026
HomeGujaratમાળીયા પંથકમાં દારૂની બે રેઇડ: એક ફરાર, મહિલા આરોપી સામે ગુનો નોંધાયો

માળીયા પંથકમાં દારૂની બે રેઇડ: એક ફરાર, મહિલા આરોપી સામે ગુનો નોંધાયો

વીર વિદરકામાં રહેણાકમાંથી વિદેશી દારૂની ૩૫ બોટલ ઝડપાઇ, માળીયા ત્રણ રસ્તા પાસે ૬૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) વિસ્તારમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા બે અલગ-અલગ રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વીર વિદરકા ગામે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરાયો હતો. જ્યારે માળીયા ત્રણ રસ્તા પાસે વોકળાના કાંઠે દેશી દારૂ બનાવવા માટેનો ૬૦૦ લીટર ઠંડા આથા સાથે મહિલા મળી આવી હતી.

 

મળતી વિગતો અનુસાર, વીર વિદરકા ગામમાં રાજદીપ નાનજીભાઈ બાબરિયાના રહેણાક મકાનમાં પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે દરોડો પાડતાં જ્યાં વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૨૦ બોટલ અને ૭૫૦મીલી.ની ૧૫ બોટલ કિ.રૂ.૧૧,૭૯૦/-મળી આવી હતી. રેઇડ દરમિયાન મકાન માલીક આરોપી રાજદીપ હાજર ન મળતાં તેને વોન્ટેડ દર્શાવી આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

બીજા દરોડામાં, માળીયા ત્રણ રસ્તા પાસે સંઘના પેટ્રોલ પંપની બાજુમાં રહેતા જેનાબેન અકબરભાઈ મોવર નામની મહિલા પોતાના રહેણાક મકાનના પાછળના ભાગે હોકળાના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે મળી આવી હતી. આ સાથે એલસીબી પોલીસ ટીમે સ્થળ પરથી ત્રણ પ્લાસ્ટિકના બેરલમાં ભરેલો કુલ ૬૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૫,૦૦૦/- મળી આવ્યો હતો. હાલ એલસીબી પોલીસે મહિલા આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!