Wednesday, August 26, 2026
HomeGujaratરવાપર રોડ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એક...

રવાપર રોડ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો

મોરબી એસઓજીએ રવાપર રોડ ઉપર કરણ એપાર્ટમેન્ટ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એક શખ્સને દબોચી લઈ તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે રવાપર રોડ પર કરણ એપાર્ટમેન્ટ પાસે રેઇડ કરવામાં આવી હતી. દરમિયાન પરીમલભાઈ ગોપાલભાઈ વાઘેલા રહે. લીલાપર રોડ ઓમ રેસિડેન્સી સ્મશાન સામે મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ કિ.રૂ.૫ હજાર અને જીવતા કારતૂસ નંગ-૨ કિ.રૂ.૨૦૦/- એમ કુલ રૂ.૫,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ કલમ તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાવી એસઓજી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!