મોરબીના રવાપર ગામે કોરોના સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સાથે રાખીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે જેમાં રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે રવાપર ગામે ભરાતી શનિવારી બજાર પણ બંધ કરાવી હતી અને કોરોનાનો જ્યાં સુધી કહેર રહેશે ત્યાં સુધી શનિવારી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ સાથે જ રવાપર ગ્રામ પંચાયત દ્વારા રાત્રે નવ વાગ્યા પછી રવાપર ગામમાં ખુલ્લી રહેતી દુકાનોમાં ભીડ ન થાય અને લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, હાથ વારંવાર સેનીટાઇઝ કરવા એવા મેસેજ સાથે ઓડિયો કિલીપ બનાવીને એક રીક્ષા પણ ફેરવવામાં આવી રહી છે.