Wednesday, August 26, 2026
HomeGujaratત્રણ વર્ષના બાળકને શોધવા મોરબી ટુ એમપી ૨૪ કલાકમાં પહોંચી મોરબી પોલીસ:એલસીબી...

ત્રણ વર્ષના બાળકને શોધવા મોરબી ટુ એમપી ૨૪ કલાકમાં પહોંચી મોરબી પોલીસ:એલસીબી તેમજ તાલુકા પોલીસની પ્રશંશનીય કામગીરી

અપહરણની ફરિયાદ મળતા જ મોરબી એલસીબી તેમજ મોરબી તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી:હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોરબીથી ૯૦૦ કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં બાળક સુધી પહોંચી ગયા

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી ત્રણ વર્ષના બાળકના અપહરણની ફરિયાદ મળતા જ મોરબી ક્રાઇમ બ્રાન્ચ તેમજ મોરબી તાલુકા પોલીસે સંકલન સાથે અત્યંત સતર્કતા અને ઝડપી કામગીરીનો પરિચય આપ્યો હતો. સમગ્ર મામલાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી.

રેન્જ આઇજી ચિરાગ કોરડીયા તેમજ એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી તેમજ મોરબી તાલુકા પોલીસની ટીમોએ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ માધ્યમથી તપાસ હાથ ધરતા બાળક અને તેની સાથે ગયેલા વ્યક્તિના મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ગયા હોવાની મહત્વની કડી મળી હતી. આ માહિતી મળતા જ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ માટે રવાના કરવામાં આવી હતી. સાથે જ મોબાઇલ લોકેશન ટ્રેસિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી.

પોલીસની સતત અને સચોટ તપાસના પરિણામે બાળકને ટૂંકા સમયગાળામાં સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ તા. ૨૩ ઓગસ્ટના રોજ ત્રણ વર્ષના બાળકને હસ્તગત કરી તેના વાલીવારસને સોંપવામાં આવ્યું હતું અને સંતોષભાઇ નવલાભાઇ (રહે. મુળ બુઢા ડુંગર તા.બદરવાસ જી- શીવપુર એમ.પી) ની અટકાયત કરી હતી.આશરે ૨૪ કલાક જેટલા ટૂંકા સમયગાળામાં બાળકને શોધી કાઢવાની મોરબી તાલુકા પોલીસની કામગીરી પ્રશંસનીય બની રહી છે.

આ સમગ્ર કામગીરીમાં મોરબી તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, એલસીબી મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, એલસીબી પોલીસ સ્ટાફની ટીમ, પીએસઆઈ સી.એસ. સોંદરવા તેમજ મોરબી તાલુકા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસની સખત મહેનત બાદ ખુલાસો થયો હતોં કે આરોપી ફરિયાદીના પરિચિત છે અને તે બાળકને તેના ઘરે લઈ ગયો હતો સાથે જ આરોપીનો ફોન બંધ થઈ જતા અને કલાકો સુધી કોઈ સંપર્ક ન થતા પરિવારને અપહરણ થયાની શંકા ગઈ હતી અને તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બાળકની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ગણતરીના કલાકોમાં તપાસ આગળ ધપાવી બાળકને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડનાર મોરબી તાલુકા પોલીસની આ કામગીરી પોલીસની સતર્કતા, ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!