Thursday, August 27, 2026
HomeGujaratનવા જાંબુડીયા વિસ્તારમાં કન્ટેનરમાં લાગી ભીષણ આગ

નવા જાંબુડીયા વિસ્તારમાં કન્ટેનરમાં લાગી ભીષણ આગ

મોરબી નજીક નવા જાંબુડીયા વિસ્તારમાં વીંટેલ સિરામિક નજીક કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી નજીક આવેલા નવા જાંબુડીયા વિસ્તારમાં વીંટેલ સિરામિક નજીક ઊભેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કન્ટેનર ભડભડ સળગવા લાગ્યું હતું. આગની મોટી જ્વાળાઓને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી પાણીની વ્યવસ્થા કરી સળગતા કન્ટેનર પર પાણીનો મારો ચલાવતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!