મોરબીના દરબારગઢ પાસે નાની માધાણી શેરીમાં ૨૬ વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી અ.મોતની પ્રાપ્ત વિગત મુજબ, હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ ઉવ.૨૬ રહે. નાની માધાણી શેરી દરબારગઢ પાસે, મોરબી વાળાએ પોતાના રહેણાક મકાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






