Thursday, August 27, 2026
HomeGujaratવાંકાનેરના ઢુવા પાસે સીરામીક ગોડાઉનમાં પાઉડરની બોરીઓ નીચે દબાઈ જતા શ્રમિકનું મજૂરનું...

વાંકાનેરના ઢુવા પાસે સીરામીક ગોડાઉનમાં પાઉડરની બોરીઓ નીચે દબાઈ જતા શ્રમિકનું મજૂરનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં સીરામીક ગોડાઉનમાં પાઉડરની બોરીઓનો થપ્પો ખસતા ચાર મજૂરો દબાયા હતા, જેમાં ૩૭ વર્ષીય મજૂરનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા ઢુવા ગામની સીમમાં નાગમતી એન્ટરપ્રાઇઝના મીરેકલ સીરામીકના ગોડાઉનમાં ૫૦ કિલો સીરામીક પાઉડરની થેલીઓ મોટા બોરામાં ખાલી કરવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન થપ્પામાંથી એક થેલી ખેંચતા ઉપર રહેલી વજનદાર થેલીઓ મજૂર મુકેશકુમાર શિવદત્ત સંતવાર ઉવ.૩૭ રહે. હાલ નાગમતી એન્ટરપ્રાઇઝના લેબર ક્વાર્ટર, ઢુવા મૂળ રહે. સારૈયા ગામ તા. ભરથના જી. ઇટાવા ઉત્તરપ્રદેશ તથા અજિતકુમાર વિરેંદ્રકુમાર ઉપર પડતાં બંને દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બીજો થપ્પો ખસતા અન્ય બે મજૂરો પણ દબાયા હતા. ઘટનામાં મુકેશકુમારનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મજૂરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!