Friday, August 28, 2026
HomeGujaratમાળીયા(મી): સ્કોર્પિયોમાં ૨૭૦ લીટર દેશી દારૂ સાથે ચાલકની અટક કરતી ક્રાઇમ બ્રાંચ

માળીયા(મી): સ્કોર્પિયોમાં ૨૭૦ લીટર દેશી દારૂ સાથે ચાલકની અટક કરતી ક્રાઇમ બ્રાંચ

રૂ.૩.૫૪ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર ઝડપાયો, દારૂ મંગાવનારની શોધખોળ.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી): મોરબી સામખીયારી નેશનલ હાઇવે ઉપરથી એલસીબી પોલીસે સ્કોર્પિયો કારમાંથી ૨૭૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે રૂ.૩ લાખની સ્કોર્પિયો સહિત કુલ રૂ.૩.૫૪ લાખના મુદ્દામાલ સાથે કચ્છના ચાલકની અટકાયત કરી છે, જ્યારે દારૂ મંગાવનારનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબી પોલીસે સામખીયારી-મોરબી નેશનલ હાઇવે પર અમીરસ હોટલ નજીક બાતમીના આધારે સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૦૫-સીએમ-૭૩૬૦ અટકાવી તલાશી લેતા તેમાંથી ૨૭૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૪ હજાર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે કાર ચાલક આરોપી મહેબુબ ભચુભાઈ ભટ્ટી ઉવ.૫૫ રહે. હિંમતપુરા ભચાઉ મૂળ માળીયા(મી) વાળાને ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ જથ્થો મોરબી તાલુકાના પાવળીયારી ખાતે આરોપી તૈયબભાઈ ગુલમહમદ માણેક રહે. વીસીપરા કુલીનગર-૨ મોરબી વાળાએ મંગાવ્યો હોવાનું સામે આવતા તે આરોપીને ફરાર દર્શાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે સ્કોર્પિયો કાર અને દેશી દારૂ સહિત કુલ રૂ.૩,૫૪,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ સાથે પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!