મોરબી મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શ્રી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ-રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે રક્ષાબંધનના પાવન પર્વની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મોરબી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધજનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ ટીમે વડીલો સાથે આત્મીય સંવાદ કરી તહેવારની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે વૃદ્ધજનોમાં આનંદ અને લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું.






