Tuesday, September 1, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ- ૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ- ૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વિવિધ વયજૂથના ખેલાડીઓને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ.

- Advertisement -
- Advertisement -

મોરબી: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપી તેમને પોતાની પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

ખેલ મહાકુંભ-૨૦૨૬માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં શાળા મારફતે રજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓ પ્રથમ શાળાકક્ષાએ, ત્યારબાદ તાલુકા/ઝોનકક્ષાએ, મોરબી મહાનગરપાલિકા/જીલ્લાકક્ષાએ અને ત્યારબાદ ઝોનથી રાજ્યકક્ષા સુધી યોજાશે.

આ વર્ષે ખેલ મહાકુંભમાં કુલ ૩૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈજ, અબવ-૪૦ વર્ષ અને અબવ-૬૦ વર્ષ એમ કુલ ૭ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે. ખેલ મહાકુંભ-૨૦૨૬ માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જે તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ખેલાડીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન www.khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ મારફતે કરી શકાશે. રજીસ્ટ્રેશન વિના કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.

ખેલ મહાકુંભ-૨૦૨૬માં મોરબી જીલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ જોડાઈ પોતાની રમતગમત પ્રતિભા પ્રદર્શિત કરે અને આ મહાકુંભને સફળ બનાવે તે માટે જીલ્લા રમતગમત અધિકારી મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!