Thursday, September 3, 2026
HomeGujaratટંકારામાં પોક્સો કેસમાં કોર્ટના વોરંટવાળા આરોપીની અમરેલીથી ધરપકડ

ટંકારામાં પોક્સો કેસમાં કોર્ટના વોરંટવાળા આરોપીની અમરેલીથી ધરપકડ

ટંકારા પોલીસ દ્વારા લાંબા સમયથી કોર્ટમાં હાજર નહીં થતા અને ફરતા વોરંટવાળા પોક્સો કેસના આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયાને અમરેલી જીલ્લાના મતીરાળા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ બડી મીહીરયાવટ ભવરા ભાભરા જી. અલીરાજપુર (મ.પ્ર.) વાળા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. આરોપી લાંબા સમયથી કોર્ટમાં હાજર ન થતાં સ્પેશિયલ પોક્સો એન્ડ એડિશનલ સેશન્સ જજ મોરબીની કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબ ફરતું વોરંટ ઈશ્યુ કરાયું હતું. ટંકારા પોલીસ ટીમે હકીકત મેળવી આરોપીને મતીરાળા ગામની સીમ લાઠી જીલ્લા અમરેલી ખાતેથી હસ્તગત કરી, આગળની કાર્યવાહી સબબ કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!