Friday, September 4, 2026
HomeGujaratબેલા ગામે સીરામીક ફેક્ટરીમાં કામના મુદ્દે યુવક ઉપર લોખંડના પાઇપથી હુમલો

બેલા ગામે સીરામીક ફેક્ટરીમાં કામના મુદ્દે યુવક ઉપર લોખંડના પાઇપથી હુમલો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી સીરામીકની લેબર કોલોનીમાં કામકાજની વ્યવસ્થા બાબતે રૂમ પાર્ટનરે ગાળો આપી ઝઘડો કરી યુવકને ઢીકાપાટુનો માર માર્યા બાદ લોખંડના પાઇપથી માથામાં ઘા મારી દેતા યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી એકઝોટિકા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા વિકાસકુમાર અનંતિપ્રસાદ યાદવ ઉવ.૨૨ મૂળ રાયબરેલી ઉત્તરપ્રદેશ વાળાએ ફરિયાદ નોંધાવી છે કે, ગઈ તા.૩૦ ઓગસ્ટના રોજ સવારે તેઓ રૂમમાં હાજર હતા ત્યારે તેમનો રૂમ પાર્ટનર આરોપી અભિષેક રામસુમેર યાદવ રહે. દરિયાપુર પોસ્ટ મુન્શીગંજ થાના તા.જી. રાયબરેલી ઉત્તરપ્રદેશ વાળા સાથે કારખાનામાં વ્યવસ્થિત રીતે કામ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી અભિષેક ઉશ્કેરાઈ ગયો અને ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં તેણે ફરિયાદી વિકાસકુમારને ઢીકાપાટુનો માર મારી રૂમમાં પડેલો લોખંડનો પાઇપ માથામાં મારતા ગંભીર ઈજા થઈ હતી. જે બાદ આરોપી અભિષેક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!