મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તથા વાંકાનેરના તીથવા ગામના કુબા વિસ્તારમાં પોલીસે અલગ-અલગ બે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા. બંને સ્થળેથી કુલ રૂ.૩૨,૭૦૦/- રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ સાથે પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડાની મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળ નીચે જુગાર રમતા કાનાભાઈ જુસબભાઈ ભરવાડિયા ઉવ.૨૫, નવઘણભાઈ હિરાભાઈ સિતાપરા ઉવ.૨૧, રૂત્વિકભાઈ રમેશભાઈ મકવાણા ઉવ.૨૪, ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદિયા ઉવ.૩૦ અને વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી ઉવ.૨૭ તમામ રહે.જાંબુડીયા તા.જી.મોરબી વાળાને રૂ.૧૪,૪૦૦/-ની રોકડ રકમ સાથે ઝડપી લેવાયા હતા.
જ્યારે જુગારની બીજી રેઇડની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે વડ નીચે જુગાર રમતા મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા ઉવ.૩૦, પરસોત્તમભાઈ સામતભાઈ વિરસોડિયા ઉવ.૫૦, શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા ઉવ.૪૫, રોહિતભાઈ દીપકભાઈ વજેવાડિયા ઉવ.૨૫ અને વિજયભાઈ કેશુભાઈ વિરસોડિયા ઉવ.૩૨ બધા રહે.તીથવા ગામ કુબા વિસ્તાર તા.વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૮,૩૦૦/- સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.






