મોરબીના ટીંબડી ગામે ઘરે યુવકને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે શિવાય એન્ટરપ્રાઇઝ પેટ્રોલ પંપ ખાતે રહેતા હસમુખભાઈ સવારામભાઈ રાજગોર ઉવ.૩૫ને ગઈકાલ તા.૦૭/૦૯ના રોજ ઘરે છાતીમાં દુખાવો ઉપડતાં પ્રથમ સમર્પણ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






