મોરબીના લૂંટાવદર ગામના બસ સ્ટેન્ડ નજીક બંધ પડી ગયેલ ટ્રાન્સપોર્ટરના સુઝુકી એક્સેસ મોપેડ અજાણ્યો તસ્કર ચોરી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, લૂંટાવદર ગામે રહેતા અને લક્ષ્મીનગર ખાતે ટ્રાન્સપોર્ટ ધરાવતા અલ્પેશભાઈ દેવશીભાઈ વેરણ ઉવ.૩૦ વાળા ગત તા.૧ સપ્ટેમ્બરના રોજ પોતાનું સુઝુકી એક્સેસ-૧૨૫ રજી.નં. જીજે-૩૬-એએ-૭૮૪૪ વાળું લઈને પીપળીયા ચાર રસ્તા જતા હતા તે દરમિયાન લૂંટાવદર ગામના પાટિયા પાસે મોપેડ બંધ પડી જતા તેને લૂંટાવદર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી તેઓ કામ માટે ગયા હતા. જે બાદ બીજા દિવસે મોપેડ પાર્ક કર્યાના સ્થળે નહિ મળી આવતા આસપાસ શોધખોળ કરવા છતાં પત્તો ન લાગ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે ફરિયાદી અલ્પેશભાઈ વેરણની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






