મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર-ઘુનડા રોડ પર રહેણાંક મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૮૮,૪૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રવાપર-ઘુનડા રોડ પર આવેલા પવનસુત એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ લલિતભાઈ હાલપરાના રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા લલીતભાઈ ગંગારામભાઈ પોપટભાઈ હાલપરા (ઉવ.૪૨), હિતેશભાઈ દામજીભાઈ કેશવજીભાઈ શોભાસણા (ઉવ.૫૨), ચંદ્રકાંતભાઈ બાબુલાલ માધવજીભાઈ ગામી (ઉવ.૪૧), વીરેન્દ્રભાઈ ઉર્ફે વાસુભાઈ હરજીવનભાઈ ગાંડુભાઈ વરસડા (ઉવ.૪૫), રોહિતભાઈ ચતુરભાઈ હાલપરા (ઉવ.૪૦)તથા કીરીટભાઈ ત્રિભોવનભાઈ લીખીયા (ઉવ.૪૦) વાળાને રોકડા રૂ. ૮૮,૪૦૦/- સાથે રંગેહાથ ઝડપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






