Friday, September 11, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે પકડાયા

મોરબીના વીસીપરામાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ તથા ગરમ-ઠંડો આથો સહિત કુલ રૂ.૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરામાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ પર કેશવાનંદ બાપુ આશ્રમની સામે આવેલા અલ્તાફ જામના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ૮ લીટર દેશી દારૂ, ૪૦ લીટર ગરમ આથો તથા ૧૦૦ લીટર ઠંડો આથો મળી કુલ રૂ.૪,૪૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી અલ્તાફભાઈ હસનભાઈ જામ ઉવ.૨૧ અને આરોપી મહંમદભાઈ ગફુરભાઈ પારડી ઉવ.૨૫ બન્ને રહે. ધોળેશ્વર રોડ વીસીપરા મોરબી વાળાની અટક કરી બંને સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!