Saturday, September 12, 2026
HomeGujaratમોરબીના મહેન્દ્રપરામાં જુગારધામ પર પોલીસનો દરોડો, આઠ શખ્સો ઝડપાયા

મોરબીના મહેન્દ્રપરામાં જુગારધામ પર પોલીસનો દરોડો, આઠ શખ્સો ઝડપાયા

મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી નં. ૧૦-૧૧ વચ્ચેના વાડામાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને રૂ.૧,૦૬,૪૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રપરા શેરી નં. ૧૦-૧૧ વચ્ચે ભાલુભાઈ રતાભાઈ ખીટ પોતાના મકાનની સામે આવેલ બંધ વાડામાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તીના હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ સાથે સ્થળ પરથી જુગાર રમતા પરેશભાઈ મનહરલાલ પાટડીયા, રહે. મહેન્દ્રપરા શેરી નં.૧૪ મોરબી, વિપુલભાઈ ખેંગારભાઈ ખીંટ રહે. ભગવતીપરા શેરી નં.૦૪ વાવડી રોડ મોરબી, રમેશભાઈ દેવાભાઈ લામકા રહે. ભગવતીપરા શેરી નં.૦૨ વાવડી રોડ મોરબી, નિતીનભાઈ નાગજીભાઈ બજાણીયા રહે. જનકનગર વાવડી રોડ મોરબી, ભાલુભાઈ રતાભાઈ ખીટ રહે. મહેન્દ્રપરા શેરી નં.૧૦ મોરબી, કાનજીભાઈ રામજીભાઈ પરમાર રહે. ગોકુલનગર સનાળા બાયપાસ રોડ મોરબી મૂળ રહે. માધાપર શેરી નં.૮ મોરબી, રવીભાઈ દેવાભાઈ રાઠોડ રહે. ભગવતીપરા શેરી નં.૦૩ મોરબી, આર્યનભાઈ ભાલુભાઈ ખીટ રહે. મહેન્દ્રપરા શેરી નં.૧૦ મોરબી વાળા સહિત આઠ શખ્સો ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ સાથે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૪૭,૯૯૦/- તથા મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૫૮,૫૦૦/- મળી કુલ રૂ.૧,૦૬,૪૯૦/-નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!