Sunday, September 13, 2026
HomeGujaratવાંકાનેરમાં ઓટો બ્રોકરની ઓફિસમાંથી દારૂના ૮ ચપલા સાથે વેપારીની અટકાયત

વાંકાનેરમાં ઓટો બ્રોકરની ઓફિસમાંથી દારૂના ૮ ચપલા સાથે વેપારીની અટકાયત

વાંકાનેરના ચંદ્રપુર ખાતે ભારત ઓટો બ્રોકરની ઓફિસમાં વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના ૮ નંગ ચપલા ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે આરોપી ઓફિસ માલિક વેપારીની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ ટીમને બાતમી મળી કે, ચંદ્રપુરમાં બગરત ઓટો બ્રોકરની ઓફિસ ધરાવતા સરફરાજભાઈ બ્લોચ તેની ઓફિસના વિદેશી દારૂ છુપાવી તેનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે ભારત ઓટો બ્રોકરની ઓફિસમાં રેઇડ કરતા જ્યાંથી ઓલ સિઝન ગોલ્ડન વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૮ બોટલ કિ.રૂ.૧,૧૨૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સરફરાજભાઈ હનિફભાઈ બ્લોચ ઉવ.૪૨ રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાની અટકાયત કરી હતી. બનાવ અંગે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!