Thursday, September 17, 2026
HomeGujaratમોરબી શહેરમાં “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અંતર્ગત ડ્રોન અને GIS આધારિત સર્વે શરૂ

મોરબી શહેરમાં “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અંતર્ગત ડ્રોન અને GIS આધારિત સર્વે શરૂ

મોરબી શહેરના સુઆયોજિત અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા “અર્બન એટલાસ પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન સર્વે અને GIS આધારિત ડિજિટલ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોને સર્વે ટીમને જરૂરી સહકાર આપવા અપીલ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના ભવિષ્યના શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ સુઆયોજિત બનાવવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે Amnex Infotechnologies Pvt. Ltd.ની નિમણૂક કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત મોરબી શહેરની વર્તમાન શહેરી પરિસ્થિતિ, મિલકતો, જાહેર ઉપયોગિતાઓ તથા વિવિધ શહેરી સંપત્તિઓ અંગે ચોક્કસ GIS આધારિત ડિજિટલ માહિતી એકત્ર કરી ભવિષ્યના આયોજન માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.

સર્વે કામગીરી દરમિયાન કંપનીના અધિકૃત કર્મચારીઓ તથા ડ્રોન સર્વે ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરશે. સર્વેયરો પાસે કંપની દ્વારા આપવામાં આવેલ અધિકૃત ID કાર્ડ રહેશે. જરૂરિયાત મુજબ મિલકત સંબંધિત સામાન્ય અને જરૂરી માહિતી પણ માંગવામાં આવી શકે છે. મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે સર્વે ટીમ કામગીરી કરતી હોય ત્યારે જરૂરી સહકાર આપે અને સાચી માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બને. કોઈ વ્યક્તિ અંગે શંકા હોય તો તેનું અધિકૃત ઓળખપત્ર ચકાસી શકાય છે.

આ ટેક્નોલોજી આધારિત સર્વે દ્વારા મોરબી શહેરના સુઆયોજિત વિકાસ માટે જરૂરી ડિજિટલ માહિતીનો આધાર તૈયાર થવાનો છે, જેથી ભવિષ્યના શહેરી આયોજન અને વિકાસલક્ષી કામગીરીમાં તેનો ઉપયોગ કરી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!