મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ સ્થિત કારીયા સોસાયટીમાં જાહેરમાં ગોળકુંડાળું વળી પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા અર્જુનભાઈ વિષ્ણુભાઈ નકુમ ઉવ.૧૯ રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી, આર્યનભાઈ બાલુભાઈ મકવાણા ઉવ.૨૦ રહે. મહેન્દ્રપરા મોરબી, મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ ઉવ.૪૨ રહે.માધાપર મોરબી, રાહુલભાઈ મનુભાઈ મકવાણા ઉવ.૨૫ રહે. મહેન્દ્રપરા મોરબી, વિવેકભાઈ હરિભાઈ ભલસોડ ઉવ.૩૧ રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી, જનકભાઈ અશોકભાઈ ભલસોડ ઉવ.૨૨ રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી અને કેવલભાઈ જેન્તીલાલ ભલસોડ ઉવ.૩૦ રહે.કારીયા સોસાયટી વાવડી રીડ મોરબી વાળાને રોકડા રૂ.૧૧,૫૦૦/- સાથે ઝડપી લઈ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






