મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ શનાળા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ઉમિયા સર્કલ નજીક જાહેર રોડ ઉપર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હાથમાં પ્લાસ્ટિકનું ઝબલું લઈને જોવા મળતા તેને રોકી, પોલીસે તલાશી લેતા ઝબલામાંથી વિદેશી દારૂની ગ્લોબસ ગ્રીન સ્પીરીટ વ્હીસ્કીના ૧૯ ચપલા કિ.રૂ.૧,૭૧૦/- માલી આવ્યા હતા. જેથી તુરંત પોલીસે આરોપી રમીજખાન નુરખાભાઈ સિપાઈ ઉવ.૩૯ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૧ કાલિકા હનુમાનજીના મંદિર સામે મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






