Tuesday, September 22, 2026
HomeGujaratમોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર યોજાયેલ વકતૃત્વ અને ચિત્ર...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર યોજાયેલ વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું ધારાસભ્ય દ્વારા સન્માન

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં યોજાયેલા ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર બાળાઓનું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સન્માન કરાયું.

- Advertisement -
- Advertisement -

મોરબી, અત્રેની પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, ટંકારા-પડધરીના ધારાસભ્યની ઉપસ્થિતમાં વર્ષ:-2047 ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સામાજિક, આર્થિક, શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ રીતે સશક્ત બને,વિકસિત બને, શિક્ષિત બને એવા શુભાષય સાથે વિકસિત ભારત-2047 નું વિઝન સાકાર થાય અને વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે,વિકસિત ભારતના વિઝનને સમજે, જાણે એ માટે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ અવનવા ચિત્રો દોર્યા હતા, જેમાંથી ધો.6 માં ધ્વનિ મકવાણા, પ્રિયંકા પરમાર, દિપાલી હડિયલ, ધો.7 માં પલ્લવી પરમાર, ભાવિકા ડાભી, મોનાક્ષી પરમાર, પુષ્ટિ ભટ્ટ ધો.8 માં ક્રિષ્ના પરમાર,અંકિતા ડાભી, તનીષા જાગરીયા, બંસી કંઝારિયા વગેરે ચિત્રમાં નંબર પ્રાપ્ત કર્યો હતો.

વકતૃત્વમાં વસુધેવ કુટુંબકમ વિષય પર ધાર્મી કંઝારિયા, વાઈબ્રન્ટ ગુજરાત વિષય પર તનીષા જાગરિયા અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિષય મીરા પરમારે વક્તવ્યો રજૂ કર્યા હતા બંને સ્પર્ધાના વિજેતાઓને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના વરદ હસ્તે પ્રોત્સાહક ઈનામો અર્પણ કરવામાં આવ્યા, ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાને સફળ બનાવવા આર્ટ & ક્રાફટ ડ્રોઈંગ ટીચર નિરાલીબેન પ્રજાપતિ તેમજ ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા, ચાંદનીબેન સાંણજા, દિનેશભાઈ વડસોલાવગેરે આયોજન અને વ્યવસ્થાપન સભાળ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!