દુકાને ભાગ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવાર દ્વારા શોધખોળ, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કારખાનાની કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય દીકરી દુકાને ભાગ લેવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થઈ જતાં પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. દીકરીનો પત્તો ન લાગતાં અપહરણની આશંકાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કારખાનાની કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય દીકરી ગત તા.૨૮/૦૮/૨૦૨૬ના રોજ બપોરના સમયે દુકાને ભાગ લેવા જવાનું કહી રૂમેથી નીકળી હતી. ત્યારબાદ તે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા કોલોની, આસપાસના વિસ્તાર તેમજ સગા-સંબંધીઓમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. પરિવારજનો અને સગા-સંબંધીઓમાં તપાસ કરવા છતાં દીકરી મળી ન આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનારના પિતાની ફરિયાદ મુજબ, પોતાની ૧૩ વર્ષીય દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૩૭(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






