મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ બે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતા બંને ઈસમોને પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા (1) અશીનલાલ નાથાભાઈ વાજાકોડી, ઉંમર 24 વર્ષ, રહે. ગુંદાખડા, તા. વાંકાનેર, જી. મોરબીને પાસા હેઠળ ડિટેઇન કરી ભાવનગર જિલ્લા જેલ ખાતે તથા (2) નાથા હરજી વાજાકોડી, ઉંમર 50 વર્ષ, રહે. ગુંદાખડા, તા. વાંકાનેર, જી. મોરબીને પાસા હેઠળ ડિટેઇન કરી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હવાલે કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, એલ.સી.બી. મોરબી, PSI બી.ડી. ભટ્ટ, એલ.સી.બી. મોરબી તથા PSI વી.જે. માલાણી સહિત એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કોડનો સ્ટાફ સહિતના જોડાયા હતા.






