Saturday, September 26, 2026
HomeGujaratલાલપર નજીક થારમાં ૫૦૦ લીટર દેશી દારૂ સાથે પાંચ ઝડપાયા, માલ મોકલનાર-મંગાવનાર...

લાલપર નજીક થારમાં ૫૦૦ લીટર દેશી દારૂ સાથે પાંચ ઝડપાયા, માલ મોકલનાર-મંગાવનાર વોન્ટેડ

મોરબી તાલુકા પોલીસે દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

- Advertisement -
- Advertisement -

લાલપર ગામ નજીક વાંકાનેર-મોરબી હાઇવે પરથી મોરબી તાલુકા પોલીસે થાર કારમાં લઈ જવાતો ૫૦૦ લીટર દેશી દારૂ ઝડપી પાંચ ઇસમોને પકડ્યા હતા. પોલીસે દારૂ, થાર કાર અને છ મોબાઇલ સહિત કુલ રૂ.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે માલ મોકલનાર ફરીદાબેન ચૌહાણ અને મંગાવનાર સલીમ ઉર્ફે રાહુલ પઠાણના નામ ખુલતા બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે પરથી મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧ લાખ ભરેલી નંબર પ્લેટ વગરની લાલ રંગની મહિન્દ્રા થાર કાર ઝડપી પાડી હતી. આ સાથે પોલીસે સ્થળ પરથી આરોપી વિર ઉર્ફે વિરૂ હિતેશભાઈ રાઠોડ રહે. કુલીનગર-૧ વીસીપરા મોરબી, અજય દિલીપભાઈ દારોદ્રા રહે. વીસીપરા સ્મશાન પાસે મેળાના મેદાનમાં ઝૂંપડામાં મોરબી, દેવરાજભાઈ નારણભાઈ બોહટીયા રહે. વીસીપરા મહાકાળી ઓઇલ મિલ સામે મોરબી, નવઘણભાઈ ધનાભાઈ સાંતોલા રહે. રામાપીરનો ઢોળો ભડીયાદ તા.જી. મોરબી અને જીવણભાઈ રમેશભાઈ ભોજવીયા રહે. વીસીપરા શક્તિ મેડિકલ પાસે મોરબી-૨ મૂળ સોખડા તા.જી. મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા.

આ સાથે પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂની કિ.રૂ.૧ લાખ, થાર કાર કિ.રૂ.૧૦ લાખ અને છ મોબાઇલ ફોન કિ.રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે. ચીલોડા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર અને માલ મંગાવનાર તરીકે સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ રહે. મોરબી વાળાના નામ સામે આવતા તે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે સમગ્ર બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!