વાંકાનેરના જીનપરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડા રૂ.૫,૫૫૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે જીનપરા શેરી નં.૧૩માં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા નટવરભાઈ મનસુખભાઈ સીતાપરા ઉવ.૩૩ રહે. ગોકુલનગર વાંકાનેર, રમેશભાઈ મગનભાઈ દેગામા ઉવ.૪૧ રહે. જીનપરા શેરી નં.૧૩ વાંકાનેર, સંજયભાઈ દેવકરણભાઈ દેદાણ ઉવ.૩૫ રહે.જીનપરા શેરી નં.૧૦ વાંકાનેર અને છનાભાઈ છગનભાઈ બારૈયા ઉવ.૫૩ રહે.જીનપરા શેરી નં.૧૨ વાંકાનેર વાળા મળી આવ્યા હતા. પોલીસે સ્થળેથી રોકડા રૂ.૫,૫૫૦/- કબજે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.






