Wednesday, October 7, 2026
HomeGujaratમોરબીમાં આંગડિયા પેઢીના મેનેજરે રૂ.૧.૦૮ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ

મોરબીમાં આંગડિયા પેઢીના મેનેજરે રૂ.૧.૦૮ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ

પંદર વર્ષથી પેઢીનો વહીવટ સંભાળતો કર્મચારી હિસાબ આપ્યા વગર જતો રહ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક પટેલ બાબુલાલ કાન્તીલાલ એન્ડ કંપની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પેઢીની આવક-જાવકના હિસાબની રૂ.૧.૦૮ કરોડની રોકડ રકમનો હિસાબ આપ્યા વગર લઈ જઈ ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ અમદાવાદના ભાગીદાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, અમદાવાદ ખાતેની પટેલ બાબુલાલ કાન્તીલાલ એન્ડ કંપની આંગડિયા પેઢીની શાખા મોરબી ખાતે ધરતી ટાવર બાલાજી ચેમ્બર્સ ખાતે છેલ્લા આશરે ૨૦ વર્ષથી કાર્યરત છે. મોરબી શાખાનો વહીવટ છેલ્લા આશરે ૧૫ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા રોહીતભાઈ સુરેશભાઈ પટેલ રહે.સુણસી તા.વિસનગર હાલ રહે. વીસનગર મહેસાણા ચોકડી ધરોઈ કોલોની રાજકવીન બંગ્લો નં.૭ વાળા સંભાળતા હતા અને તેમની સાથે લાલાભાઈ ઠાકોર સહાયક તરીકે કામગીરી કરતા હતા. ગઈ તા.૨૮/૭/૨૦૨૬ના રોજ રોહીતભાઈ પટેલ પેઢીની આવક-જાવકના હિસાબની આશરે રૂ.૧,૦૮,૦૦,૦૦૦/-ની રોકડ રકમનો હિસાબ આપ્યા વગર સાંજે પાંચ વાગ્યાના અરસામાં પેઢીમાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ તેમનો ફોન બંધ આવતો હતો. આશરે દોઢ મહિના બાદ સંપર્ક થતાં હિસાબ અંગે પૂછપરછ કરવા છતાં હિસાબ આપ્યો ન હતો.

આથી પેઢીના ભાગીદાર પ્રદીપભાઈ અરવિંદભાઈ મથુરદાસ પટેલ ઉવ.૪૭ રહે. અમદાવાદ બંગલા નંબર-૨ શ્રી વૃંદાવનવીલા-૫ સાયન્સ સીટી રોડ સોલા વાળાએ આરોપી રોહીતભાઈ પટેલ સામે પેઢીની રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લઈ છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૪) અને ૩૧૬(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!