રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાન અંતર્ગત મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને મોટી સફળતા સાંપડી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા) સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેંજ, ભુજ-કચ્છ) તથા પોલીસ અધીક્ષકશ્રી (મોરબી) ની સૂચના અન્વયે SOG પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સનું વેચાણ કરતા ઈસમો પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રિન્સ પ્રવિણભાઇ કોળી (ધંધુકીયા) પોતાના માણસ વિપુલ રમેશભાઇ કોળી (કુંજરીયા) ને સાથે રાખીને રવીરાજ ચોકડીથી માળીયા તરફ જતા પુલના છેડે આવેલ “મેલડીની મહેર” લખેલી કેબિનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને ગ્રાહકોને છૂટક વેચાણ કરે છે.બાતમીના આધારે SOG ટીમે સદર જગ્યાએ દરોડો પાડીને નીચે મુજબના બે આરોપીઓ પ્રિન્સ પ્રવિણભાઇ ધંધુકીયા (રહે. રણછોડનગર, શેરી નં-૧, વીસીપરા, મોરબી / મૂળ રહે. દહીસરા, તા. માળીયા મિયાણા) અને વિપુલભાઇ રમેશભાઇ કુંજરીયા (રહે. વાવડી રોડ, મીરા પાર્ક સોસાયટી, મોરબી)ને
૯૫૮ ગ્રામ માદક પદાર્થ ગાંજો કિંમત રૂ. ૪૭,૯૦૦ તેમજ ગાંજા ના વેચાણમાંથી મેળવેલ રોકડ રકમ રૂ. ૨૩,૫૦૦,મોબાઇલ ફોન ૨ નંગ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૯૧,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી
આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ-૮(સી), ૨૦(બી)(૨-એ), અને ૨૯ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.






