Wednesday, October 14, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા એક સપ્તાહમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ અને ઇન્સ્પેક્શનની...

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા એક સપ્તાહમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાઈ

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૦૭/૧૦/૨૦૨૬ થી ૧૩/૧૦/૨૦૨૬ દરમિયાન મોરબી શહેરમાં ફાયર પ્રિવેન્શન અને સેફ્ટી અંગે સક્રિય કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ફાયર શાખા દ્વારા ૦૧ શાળામાં ૪૭૯ વિદ્યાર્થીઓને અને ૦૧ હોસ્પિટલમાં ૩૫ જેટલા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. વધુ પ્રિવેન્શનના ભાગરૂપે બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અપૂર્તતા ધરાવતી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી તેમજ પ્રિવેન્શનને લગતી જરૂરી માર્ગદર્શિકા અને સૂચનો પણ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન મોરબીમાં ૦૪ ફાયર કોલ અને ૦૨ રેસ્ક્યુ કોલના બનાવો નોંધાયા હતા, જેમાં ફાયર જવાનો દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો તથા કોઈપણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટનાઓ, જાનહાનિ કે મોટી આપદાઓ નિવારીને જાન-માલનું રક્ષણ કરવાનો છે.

કોઈપણ પ્રકારની દુર્ઘટના કે આપત્તિના સમયે નાગરિકો મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના નંબરો (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકે છે તેમ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!