Wednesday, October 14, 2026
HomeGujaratરાજકોટમાં સનસનીખેજ લૂંટ વિથ મર્ડર: સોની વેપારી પર ફાયરિંગ, સારવારમાં મોત:પોલીસ કમિશ્નર...

રાજકોટમાં સનસનીખેજ લૂંટ વિથ મર્ડર: સોની વેપારી પર ફાયરિંગ, સારવારમાં મોત:પોલીસ કમિશ્નર સહિતનો કાફલો ઘટનાસ્થળે

ગૃહમંત્રીના આગમન પૂર્વે જ બનેલી સનસનીખેજ ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું

- Advertisement -
- Advertisement -

રાજકોટ શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં આજે રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા એક જાણીતા સોની વેપારી પર ફાયરિંગ કરી, તેમની પાસેથી કરોડોની કિંમતનું સોનું-ચાંદી લૂંટી લેવાની ચકચારી ઘટના બની છે. સારવાર દરમિયાન વેપારીનું મોત નીપજતાં આ બનાવ લૂંટ અને હત્યામાં પલટાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડના સંચાલક લાલજીભાઈ સરધારાને લૂંટારાઓએ ટાર્ગેટ કર્યા હતા. તેઓ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમના પર ફાયરિંગ કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.

લાલજીભાઈ પર હુમલો કર્યા બાદ લૂંટારાઓ તેમની પાસેથી અંદાજે ૧ કિલો સોનું અને ૩ કિલો ચાંદી જેવી કિંમતી ધાતુઓની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લાલજીભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં તેમની સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર બનાવ હત્યાના કેસમાં ફેરવાઈ ગયો છે.

ગૃહમંત્રીના આગમન પહેલાં સનસનીખેજ ઘટના:

વિશેષ નોંધનીય બાબત એ છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે જ રાજકોટ શહેરની મુલાકાતે આવવાના છે. તેમના આગમનના ગણતરીના કલાકો પહેલાં જ આવી મોટી અને સનસનીખેજ લૂંટ-વિથ-મર્ડરની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટનાસ્થળે:

ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આજી જીઆઈડીસી વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હત્યા અને લૂંટના આરોપીઓને ઝડપી પાડવા માટે સમગ્ર શહેરમાં અને બહાર જવાના માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને આજુબાજુના જિલ્લાઓમાં પણ જાણ કરી દેવામાં આવી છે.હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓને શોધી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!