Tuesday, October 20, 2026
HomeGujaratમોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન...

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

GLPC ના સંયુક્ત એમ.ડી.શ્રી કલ્પેશ આર. ઉનડકરની ઉપસ્થિતિમાં ગામમાં સાફ-સફાઈ, વૃક્ષારોપણ; પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ કાપડની બેગનું વિતરણ કરાયું

- Advertisement -
- Advertisement -

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ૨૦૨૬ અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર ગામે ગ્રામીણ સ્તરે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગની કચેરી GLPC ના સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટરશ્રી કલ્પેશ આર. ઉનડકર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સામૂહિક શ્રમદાન હાથ ધરીને ગામની જાહેર જગ્યાઓની સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી તેમજ ગામના પરિસરમાં વનીકરણ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. પર્યાવરણ રક્ષણ અને ‘મિશન લાઈફ’ (Mission LiFE) ના અભિગમને સાર્થક કરવાના ભાગરૂપે હરીપર ગામ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુસર શ્રમદાનમાં ઉપસ્થિત રહેલા લોકોને વિશેષરૂપે કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ શ્રમદાનમાં SBM(G) યોજનાના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓ, NRLM તથા VB GRAM G યોજનાનો સ્ટાફ, હરીપર ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, સખી મંડળના બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!