Wednesday, October 21, 2026
HomeGujaratમોરબીના વીસીપરા અમરેલી રોડ પર બંધ ઓરડીમાંથી રૂ.૨.૮૮ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીના વીસીપરા અમરેલી રોડ પર બંધ ઓરડીમાંથી રૂ.૨.૮૮ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

દશામાના મંદિર પાસે વાડી વિસ્તારમાં પોલીસનો દરોડો: બે ભાઈઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો, બંને આરોપીઓ ફરાર

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા અમરેલી રોડ પર દશામાના મંદિર પાસે વાડી વિસ્તારમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બંધ ઓરડીમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ ૧,૫૮૫ નંગ કિ.રૂ.૨,૮૮,૨૫૩/- નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે રોહિત ઉર્ફે બલુ અગેચાણીયા અને કિરીટ અગેચાણીયા સામે ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળતા વીસીપરા અમરેલી રોડ પર દશામાના મંદિર પાસે આવેલા વાડી વિસ્તારમાં એક બંધ ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ઓરડીનો દરવાજો ખોલીને તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૧,૫૮૫ નંગ કિ.રૂ.૨,૮૮,૨૫૩/- મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્થળ પર હાજર મહિલાની પૂછપરછ દરમિયાન આ ઓરડી તેમના પુત્રો રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને કિરીટ બાબુભાઈ અગેચાણીયાના કબજામાં હોવાનું અને ભંગારનો સામાન રાખવાના બહાને તેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત રવિવાર, તા.૧૮ ઓક્ટોબરના રોજ અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા નજીક દારૂના કટિંગ દરમિયાન એલસીબી અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત રૂ.૮૧.૧૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તે કેસમાં પણ રોહિત ઉર્ફે બલુનું નામ ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલના બનાવમાં પોલીસે આરોપી રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને કિરીટ બાબુભાઈ અગેચાણીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર નહિ મળતા તેને ફરાર દર્શાવી તેમને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!