Wednesday, October 21, 2026
HomeGujaratરાયસંગપર ગામે વાડીના રસ્તાના મનદુઃખમાં ૧૮ શખ્સોનો ખેડૂત પર હુમલો

રાયસંગપર ગામે વાડીના રસ્તાના મનદુઃખમાં ૧૮ શખ્સોનો ખેડૂત પર હુમલો

ખેડૂતના પાક અને ટપક સિંચાઈ પદ્ધતિને નુકસાન: લોખંડની કોસથી હુમલામાં જમણા હાથમાં ફ્રેક્ચર, જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

હળવદના રાયસંગપર રોડ પર વાડીના રસ્તાના વિવાદમાં એક જ પરિવારની સાત મહિલા સહિત ૧૮ શખ્સોએ ખેડૂત પર હુમલો કરી પાક અને ટપક સિંચાઈ પદ્ધતિને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ખેડૂતના જમણા હાથમાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, હળવદના મોરબી દરવાજા પાસે કૃષ્ણનગરમાં રહેતા જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા ઉવ.૪૫ની રાયસંગપર રોડ પર આવેલી વાડીમાં ગત તા.૧૫ ઓક્ટોબરના રોજ વાડીમાં રસ્તા બાબતના મનદુઃખનો ખાર રાખી સાત મહિલાઓ સહિત ૧૫થી ૨૦ શખ્સો આવ્યા હતા. તમામ આરોપીઓએ વાડીના પાક અને ટપક સિંચાઈ પદ્ધતિને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે જગદીશભાઈએ તેમને વાડીમાંથી બહાર નીકળવાનું કહેતાં રસ્તાના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લોખંડની કોસ, પાઇપ, સળિયા અને લાકડીઓ વડે જગદીશભાઈ ઉપર હુમલો કરાયો હતો. હુમલામાં જગદીશભાઈના જમણા હાથમાં ફ્રેક્ચર સહિત શરીરે ઈજાઓ થઈ હતી.

આ બનાવમાં આરોપી વિપુલભાઈ હીરાભાઈ ચાવડા, કરશન અમરશી ચાવડા, સંજય નરશી, સુંડા નરશી, રોહિત કરશન, ભાવેશ હીરા, રૂખીબેન નરશીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઈ, હીરાબેન કરશનભાઈ, લીલાબેન હીરાભાઈ, તેજલબેન રોહિતભાઈ, વિપુલભાઈનાં પત્ની, મહેશ ઈશ્વર, ચંદુ ગંગારામભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!